View our

Past Events

જુવો અમારા

ભૂતકાળના કાર્યક્રમો

About Our President

Bhavesh Patel

Respected Members,

First and foremost, I sincerely and warmly express my gratitude to all the committee and council members for entrusting me with the responsibility of serving as the President of Shri Vadodara Shaher Kachhiya Patel Mitra Mandal.

The establishment of Shri Vadodara Shaher Kachhiya Patel Mitra Mandal took place in 1985. As a result, today we can unite all the families of the Kachhiya Patel community who have settled in Vadodara after coming from different parts of Gujarat. For this, I express my gratitude to all the past Presidents, Secretaries, and committee members who contributed to the formation and growth of this organization.

I feel immense joy and pride to acknowledge that our institution has been supported by generous donors, making it financially strong. These donors have helped maintain the financial stability of the Mandal, enabling its effective management and organization of various initiatives and activities, including schemes for the members and motivational programs for students, led by the Presidents and Secretaries over the years.

As the President of the Mandal, I am also committed to serving with the same dedication, integrity, and spirit of devotion.

With the principles of unity, dedication, service, and cooperation in mind, let us all pledge to undertake various initiatives for the welfare and progress of the members and the community. Together, let us lead the Kachhiya Patel community towards the path of development and growth.

પ્રમુખ શ્રી નો સંદેશ

ભાવેશ પટેલ

સર્વે સભાસદ શ્રી,

સર્વપ્રથમ સર્વે સભાસદ શ્રી અને કારોબારી સભ્યોનો હૃદયથી અને આત્મીયતા પૂર્ણ આભાર વ્યક્ત કરું છું તે તેઓએ મને "શ્રી વડોદરા શહેર કા. પટેલ મિત્ર મંડળ" ના પ્રમુખ સ્થાને સ્વીકારી આ મંડળની સેવા કરવાની તક આપી છે.

શ્રી વડોદરા શહેર કા. પટેલ મિત્ર મંડળની સ્થાપના ૧૯૮૫માં કરવામાં આવી હતી. જેના ફળ રૂપે આપણે સૌ વડોદરામાં બહારગામ થી આવીને સ્થાયી થયેલા કા. પટેલ જ્ઞાતિના કુટુંબો એકત્ર થઈ શકીએ છીએ. આ માટે આપણા મંડળના સર્વે ભૂતપૂર્વ પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા મંડળની રચના કરવામાં સાથ સહકાર આપેલ સભા સદોનો આભાર વ્યક્ત કરું છું.

હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે આપણી આ સંસ્થાને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ખૂબ જ સારા દાતાઓ મળેલ છે તથા આ મળેલ આર્થિક સહાયના ભંડોળને કાયમી રીતે જાળવી રાખી પુનેપૂર્વક મંડળનું સંચાલન કરી મંડળના સભાસદો માટે વિવિધ યોજનાઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરનાર પ્રમુખશ્રી અને મંત્રીશ્રી મળેલ છે.

મંડળના પ્રમુખ તરીકે હું પણ તેવી જ નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણ ની ભાવનાથી સેવા આપવા પ્રતિબંધ રહીશ.

આમ સાથ - સમર્પણ - સેવા - સહકાર આ ચાર વિષયને ધ્યાનમાં રાખીને આપણે સૌ જ્ઞાતિજનો અને મંડળના સભાસદોના ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃત્તિ કરવા કટિબદ્ધ બનીએ અને આપણા કા. પટેલ સમાજને પ્રગતિના પંથે લઈ જઈએ.