બંધારણ
શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળ વડોદરા
સંસ્થાનું નામ :-
શ્રી વડોદરા શહેર કાછીયા પટેલ મિત્ર મંડળ
કાર્યાલય :-
૧૧૬, ભાગ્યોધ્ય કોમ્પ્લેકસ સિધ્ધનાથ રોડ વડોદરા,
390001
મોબાઈલ નંબર :-
+૯૧ ૮૩૨૦૪૪૬૦૦૨
ઉદ્દેશ હેતુ :-
-
વડોદરા શહેરમાં બહારગામ થી આવીને સ્થાયી થયેલા તથા હીત ધરાવતા કાછિયા પટેલ જ્ઞાતિના કુટુંબમાં સહકાર,
સદભાવ,સૌજન્ય અને સંગઠન કેળવવા તેમજ તેમનો સર્વાંગી વિકાસ સાધવો ,તેમના પરસ્પર ગીતોમાં કોઈપણ ભેદભાવ વગર
સહાય કરવાની અને પરસ્પર સંબંધ વધારવો.
-
મંડળ સામાજિક શૈક્ષણિક આર્થિક અને અન્ય સંબંધ ક્ષેત્રે પ્રગતિ કરવા પ્રયત્નશીલ રહેશે.
-
ઉપરોક્ત પ્રકારના ઉદ્દેશ અને હેતુ ધરાવતા બીજા કોઈ મંડળ અથવા મંડળીઓનો સહકાર મેળવી શકાશે અથવા સહકાર આપી
શકાશે.
- સભ્ય પદ :-
- વડોદરા શહેરમાં બહારગામ થી આવીને સ્થાયી થયેલા આપણી જ્ઞાતિના વ્યક્તિ જેમની ઉંમર 18 થી 60 વર્ષની હોય
તેવો સંસ્થાને સભ્ય ફી આપી કાયમી સભાસદ સાથે થઈ શકશે.
- સભ્ય ફી :- સભ્ય ફી હાલમાં રૂપિયા 300 છે જે જરૂર પડે સાધારણ સભાની મંજૂરી લઈ વધારી શકાશે.
- નાણાકીય વર્ષ :- મંડળનું નાણાકીય વર્ષ 1 એપ્રિલ થી એક 31 માર્ચ સુધીનું રહેશે.
- ભંડોળ :-
-
કોઈપણ ભાઈ બેન સભ્ય ફી ઉપરાંત સ્વેચ્છાથી પણ દાન ભેટ વગેરે રકમ મંડળને આપી સહાય કરી શકશે મંડળ
બહારથી પણ દાન ભેટ વગેરે સ્વીકારી શકશે.
- મંડળનું ભંડોળ અને વ્યવસ્થા મંડળને કારોબારી સમિતિને હસ્તક રહેશે. અને મંડળના નાના મંડળના નામે
વડોદરાની કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકોમાં અથવા સધ્ધર નાણાકીય કંપનીઓ તથા ગવર્મેન્ટ બેંક અને મ્યુચ્યુઅલ
ફંડ વગેરેમાં મૂકી શકાશે.
- બેંક સાથે અથવા અન્ય સાથેની લેવડદેવડ માટે કારોબારી સમિતિમાંથી કોઈપણ ચાર સભ્યો પૈકી બે સભ્યોની
સહીથી કરવાની રહેશે.
- સાધારણ સભાના કાર્યો :-
- સાધારણ સભા વર્ષમાં એક વાર મળશે.
- કારોબારી સમિતિમાં મંડળના કાયમી સભ્યોમાંથી 25 સભાસદની વર્ણી કરવામાં આવશે.
- મંડળના વિકાસ માટે પિતાની નિયમો ઘડશે. તેમજ જરૂર જણાય છે ત્યારે ફેરફાર કરશે.
- વર્ષના કામકાજનો હિસાબકારોબારી સમિતિ પાસે માંગવો તથા તપાસીને મંજૂર કરવો.
- સાધારણ સભાની જાણ તારીખ થી દસ દિવસ અગાઉ આપવામાં આવશે.
- સામાન્ય સભા નવા વર્ષથી નવ માસમાં જ ભરવાની રહેશે તે દરમિયાન અગાઉના તમામ હોદ્દેદારો જે તે હોદ્દા
પર ચાલુ રહેશે.
- પ્રમુખશ્રી તથા કારોબારી સમિતિને યોગ્ય ભાગે તો સાધારણ સભા બોલાવી શકાશે.
- મંડળના ઓછામાં ઓછા ૧/૩ ભાગના સભ્યો ચોક્કસ કામ જણાવીને સભા બોલાવવાની માંગણી કરશે તો આવી માંગણી
ઉપરથી 15 થી 30 દિવસમાં પ્રમુખશ્રી અસાધારણ સભા બોલાવશે જેમાં માંગણીના કામો નિર્ણય કરવામાં આવશે.
- સામાન્ય સભાનું કોરમ 25 %ટકા સભ્યોનું રહેશે.
- કોઈપણ સભાનું ના થાય તો અડધા કલાક બાદ નોન કોરમ સભા નું કામકાજ એ જ સ્થળે એજન્ડા મુજબ થઈ શકશે.
- કારોબારી સમિતિ :-
- મંજુર થયેલ કારોબારી સમિતિ કારોબારી સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનચી તથા ઓડિટર
ની નિમણૂક કરશે જેઓની મુદત ત્રણ વર્ષની રહેશે.
- જરૂર પડે તો અધ્યક્ષ અને મહામંત્રી ની નિમણૂક કારોબારી સભ્યોમાંથી કરી શકાશે.
- સભામાં મંજૂરીથી વરની પામેલા કારોબારી સભ્યોની મુદ્દત 3 વર્ષની રહેશે.
- મંડળના હિસાબો મેળવી જોવાનો તથા ખજાનચી ના તાંબામાં રહેતી સિલક અંગેની મર્યાદા નક્કી કરવાનું તથા
મંડળનો ખર્ચ મંજૂર કરવાનો રહેશે.
- કારોબારી સમિતિના કોઈપણ સભ્ય લેખિત કારણ આપ્યા સિવાય સતત ત્રણ મિટિંગમાં ગેરહાજર રહેશે તો તે આપોઆપ
કારોબારી સમિતિમાંથી છૂટા થયેલ જાહેર કરાશે.
- કારોબારી સમિતિના ૨/૩ સભ્યોની હાજરી કોરમ માટે જરૂરી ગણાશે. ફોરમના અભાવે બંધ કરેલું કામકાજ અડધા
કલાક બાદ ફરી મીટીંગ ભરી શકાશે.
- ફરજો:- મંડળનું સંપૂર્ણ સંચાલન તથા ઉદ્દેશ પાર પાડવા જરૂરી સગડી કાર્યવાહી.
- પ્રમુખશ્રી ની ફરજો અને હકો :-
કારોબારી સમિતિની બેઠકો મળે ત્યારે પ્રમુખ સ્થાન સંભાળીને સભાનું નિષ્પક્ષ રીતે સંચાલન કરવું.
- કારોબારી સમિતિના સભ્યોના મંડળના હીત સંધાય તે રીતે સહકારથી મંડળીની પ્રવૃત્તિઓનું સંચાલન કરવું.
- કારોબારી મિટિંગમાં કોઈ ઠરાવ ઉપર સરખા મત પડે તો પોતાનું નિર્ણાયક મત આપી શકશે.
- ઉપપ્રમુખ નું કાર્ય
પ્રમુખશ્રીની ગેરહાજરીમાં બેઠકનું પ્રમુખ સ્થાન સંભાળવો અને પ્રમુખશ્રીના કાર્યમાં મદદગાર થવું.
- ઉપપ્રમુખ કાર્ય
પ્રમુખશ્રીની ગેરહાજરીમાં બેઠકનું પ્રમુખ સ્થાન સંભાળવો અને પ્રમુખશ્રીના કાર્યમાં મદદગાર થવું.
- કારોબારી મિટિંગોની નોંધ રાખવી અને બીજી બેઠક વખતે રજુ કરીને મંજૂર કરાવી.
- કારોબારી મીટીંગોમાં કરેલા ઠરાવો પ્રમાણેનો અમલ કરાવો.
- સભાઓ બોલાવી અને તેની કાર્યવાહી કરવી તથા જરૂરી દફતરો રાખવા.
- કારોબારી સમિતિની જે કોઈ કામગીરી નીકળે તથા પ્રમુખશ્રી દ્વારા જે કોઈ કામગીરી સોંપવામાં આવે તે પાર
પાડવી.
- ખજાનચી નું કાર્ય :- મંડળની આવક જાવક હિસાબો તૈયાર કરવા અને કારોબારીમાં રજૂ કરવા.
- ઓડિટર નું કાર્ય:- મંડળના તમામ હિસાબો ઓડિટ કરવા.
- સામાન્ય બાબતો:-
- મત આપવાનો અધિકાર દરેક સભાસદોને રહેશે અને ઉમેદવારી કરવાનો હક પણ તેમને રહેશે. ચૂંટણીની જવાબદારી
મંત્રીશ્રી ની રહેશે.
- મંડળના ભંડોળ પર કોઈનો વ્યક્તિગત દાવો રહેશે નહીં. પરંતુ સામુહિક હક રહેશે. સગડો વહીવટ કારોબારી
સમિતિની સલાહ મુજબ પ્રમુખશ્રી અને મંત્રી શ્રી કરશે.
- બંધારણમાં કોઈ પણ બાબતમાં સામાન્ય સભામાં હાજર સંખ્યા ના ૨/૩ સભ્યોની સમમિતિથી સુધારો કે ફેરફાર કરી
શકાશે.
- કારોબારીમાં ખાલી જગ્યા પડે તો કારોબારી સભ્યો ઠરાવ કરી બીજાની નિમણૂક કરી શકશે.
- મંડળનો કોઈ સભ્ય મંડળને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરે તો તેવા સભ્યને કારોબારી ઠરાવ કરી મંડળના
સભ્ય પદેથી દૂર કરી શકાશે.
- મંડળના તમામ સભ્યોને વર્ષ દરમિયાન એક વખત સામાન્ય સભા બોલાવી અને અહેવાલ તથા હિસાબો રજૂ કરવા.
- એજન્ડા ઉપરના હોય તેવી બાબત પ્રમુખશ્રીની પરવાનગીથી ચર્ચામાં લઈ શકાશે.