banner
અમારા વિશે

શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળ એક સામાજિક સંસ્થા છે. જેમાં બહારગામ થી આવનાર અને વડોદરા શહેરમાં વસતા કાછિયા પટેલ સમાજના સભ્યોનું સમુદાય છે. આ સંસ્થાનો ઉદ્દેશ બહારગામ થી આવેલ કાછિયા પટેલ સમાજમાં સભ્યોને સંગઠિત રાખવાનું, તેઓ અને તેમના બાળકોને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમનું આયોજન કરવું અને સમાજની પ્રગતિ થાય તેવા કાર્યો કરવા.

શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળની સ્થાપના ૧૯૮૫માં કરવામાં આવી હતી. હાલમાં મંડળમાં 1500 થી વધુ કુટુંબ જોડાયેલ છે. આમ શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળમાં આશરે 4,000 થી વધુ સભ્યો છે.

Shree Vadodara Saher Kachhiya Patel Mitra Mandal extends a warm welcome to you.

Shree Vadodara Saher Kachhiya Patel Mitra Mandal is a social organization. It consists of members of the Kachhia Patel community from the surrounding areas as well as those residing in Vadodara city. The purpose of this organization is to keep the members of the Kachhia Patel community, who have come from other areas, united, organize programs that encourage them and their children, and undertake activities that contribute to the progress of the community.

Shree Vadodara Saher Kachhiya Patel Mitra Mandal was established in 1985. Currently, more than 1500 families are part of the Mandal. Therefore, Shree Vadodara Saher Kachhiya Patel Mitra Mandal has approximately 4,000 members.

banner

મંડળના સભ્યો અને સમાજની પ્રગતિ માટે શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળ નીચે જણાવેલ કાર્યક્રમો દર વર્ષે આયોજન કરે છે.

  • બાળકોના શૈક્ષણિક પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ
  • બાળકો માટે ચિત્ર સ્પર્ધા બાળકોને બહેનો માટે માહિતી અને રંગોળી સ્પર્ધા
  • બાળકોના મનોરંજન માટે સ્ટેજ પરફોર્મન્સ
  • મંડળના જરૂરિયાતમંદ વિધવા બહેનોને અનાજ ની કીટ નું વિતરણ
  • વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ
  • મંડળના જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય
  • મંડળના સભ્યોને મરણોત્તર સહાય માટે 5000 રૂપિયા8.
  • મંડળ દ્વારા સામાજિક સુરક્ષા યોજના ચલાવવામાં આવે છે જેમાં 400 થી વધુ સભ્યો જોડાયેલ છે

શ્રી વડોદરા શહેર કાછિયા પટેલ મિત્ર મંડળ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સેવાઓના કાર્યોને અવિરત પણે ચાલુ રાખવા માટે 37 દાતાશ્રીઓએ ઇનામ વિતરણ ફંડમાં દાન આપેલ છે તથા 80 થી વધુ દાતાશ્રીઓએ વિધવા સહાય ફંડમાં દાન આપેલ છે. 50 થી વધુ દાતાઓ શ્રી ઓ ચોપડા વિતરણ માટે દર વર્ષે દાન આપે છે.

આમ મંડળને ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે મંડળના સભ્યો દ્વારા બનેલી કારોબારી કમિટી અને મંડળના સભ્યો દ્વારા મેળવેલ દાનમાંથી શ્રી વડોદરા શહેર કાછીયા પટેલ મિત્ર મંડળ સક્રિય રહે છે.

Shree Vadodara Saher Kachhiya Patel Mitra Mandal organizes the following programs every year for the progress of the Mandal's members and the community.

  • Award distribution for educational encouragement of children.
  • Drawing competition for children, and Rangoli competition for women.
  • Stage performances for the entertainment of children.
  • Distribution of ration kits to needy widowed women of the Mandal.
  • Distribution of books and stationery at subsidized rates for students.
  • Financial assistance to needy students of the Mandal.
  • A sum of ₹5000 is provided for the posthumous assistance to the members of the Mandal.
  • The Mandal runs a social security scheme in which more than 400 members are enrolled.

To continuously carry out the various schemes and services run by Shree Vadodara Saher Kachhiya Patel Mitra Mandal, 37 donors have contributed to the Award Distribution Fund, and over 80 donors have donated to the Widow Assistance Fund. More than 50 donors contribute every year for the distribution of books and stationery.

Thus, the Mandal remains active through the efforts of the executive committee formed by the members and the donations collected from the members of Shri Vadodara City Kachhia Patel Mitra Mandal, ensuring its ongoing progress.